Wednesday, January 22, 2025
HomeNewsરાજકોટ પોલીસના 250 થી વધુ જવાનો થયા કોરોનાથી સંક્રમિત , હેડ કોન્સ્ટેબલ...

રાજકોટ પોલીસના 250 થી વધુ જવાનો થયા કોરોનાથી સંક્રમિત , હેડ કોન્સ્ટેબલ પી.પી.ગોહિલનું થયું હતું કોરોનાથી મૃત્યુ

પિતાના અવસાનના બે દિવસ બાદ પુત્રએ આપી NEET ની પરીક્ષા

- Advertisement -
- Advertisement -

પિતાની છત્રછાંયા ગુમાવી એનું દુઃખ ક્યારેય નહીં ભુલાય

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં જાહેર થયા બાદ રાજકોટ પોલીસ , વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકોટમાં પ્રથમ કેસ પોઝિટિવ જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા , પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ કરી કોરોન્ટાઇન કરવા તેમજ લોકડાઉન અને અનલોક દરમિયાન સતત પોલીસ જવાનો અધિકારીઓ ખડેપગે રહેતા હતા. આ સમય દરમિયાન રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમની પણ મહત્વની ભૂમિકા રહી હતી કંટ્રોલ રૂમની અંદરથી સતત CCTV કેમેરા મારફત મોનીટરીંગ કરી 24 કલાક રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવતી હતી.

સપ્ટેમ્બર મહિનામાં જ્યારે રાજકોટમાં કોરોના પિક પોઇન્ટ પર એટલે કે એકાએક કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો એ સમયે રાજકોટ પોલીસ કંટ્રોલરૂમમાં 11 જેટલા પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા જેમાના એક હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ નું 3 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રદ્યુમનસિંહ ને પરિવારમાં એક પુત્ર અને પત્નિ છે જે પુત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. પિતાના અવસાનના ત્રીજા જ દિવસે પુત્રની મહત્વની NEET ની પરીક્ષા હતી જે પુત્રએ ડિપ્રેસનમાં આપી હતી અને આમ છતા તેને 700 માંથી 383 માર્ક પ્રાપ્ત કર્યા હતા જોકે આ માર્ક તેના માટે ઓછા હતા.

પિતાના અવસાન બાદ ડિપ્રેશનમાં પુત્રએ પરીક્ષા આપી પરંતુ સરકારી કોલેજમાં પ્રવેશ માટે આ માર્ક ઓછા હતા. પ્રદ્યુમનસિંહના અવસાન બાદ સરકાર દ્વારા મૃતકના પરિવારને 25 લાખની સહાય આપવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ મદદ પુરી પાડવામાં આવી છે ખુદ પોલીસ કમીશ્નર અંગત રીતે તેમના ઘર જઇ પરિવારને દિલાસો પાઠવ્યો હતો. પ્રદ્યુમનસિંહના પુત્રએ જણાવ્યું હતું કે , હું MBBS ડોકટર બનું એ મારું અને મારા પિતાનું સ્વપ્ન છે. આજે મારા પિતાતો જીવંત નથી પરંતુ હું તેમનું સ્વપ્ન સાકાર જરૂર કરીશ. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેમના ભવિષ્યના અભ્યાસ ની ચિંતા કરી તેને સારી જગ્યા પર અભ્યાસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે સાથે જ તે ડોકટર બને એ સમગ્ર પોલીસ પરિવારનું સ્વપ્ન છે તેમ કહી આશ્વાસન પૂરું પાડ્યું હતું.. પુત્રનું કહેવું છે કે પિતાની છત્રછાયા સામે સહાય શૂન્ય છે , મેં આજે પિતા ગુમાવ્યા છે પરિવારનો માળો વિખાયો છે માટે દરેક લોકોને અપીલ કરું છું કે કોવિડ ગાઈડલાઈન નું પાલન કરે અને જ્યાં સુધી દવા ન મળે ત્યાં સુધી પોતાનું અને પરિવાર તેમજ સ્વજનોની કાળજી રાખે.

કોરોના મહામારીએ દેશ-દુનિયાને હચમચાવી નાખી છે. ગુજરાત રાજય અને રાજકોટમાં પણ તેની મોટી અસર જોવા મળી છે. આજે કોરોનાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે છતાં સંક્રમણ સતત વધતું નજર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજકોટ પોલીસે શરૂઆતથી જ પ્રશંસનીય કામગીરી કરી છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસના 260 જેટલા પોલીસ કર્મચારી-અધિકારી કોરોના સંક્રમીત થયેલા છે. કોરોના મહામારી-લોકડાઉન-અનલોક અને હવે રાત્રી કર્ફયુમાં પોલીસે જનતાની સુરક્ષા માટે પોતાની ફરજ નિષ્ઠા બજાવી છે. ગત તારીખ 12/9/2020ના રોજ રાજકોટ પોલીસ પરિવારના કોરોના વોરીયર્સ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ સંક્રમીત થયા બાદ અવસાન પામ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!