નિઃશુલ્ક મેગા કેમ્પ માં કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોસર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક, લેપ્રોસ્કોપિક સર્જરી, ગાયનેક, બાળકોના ડોક્ટર, આંખના ડોક્ટર, સહિતના વિવિધ ડોક્ટર દ્વારા ચેકપ કેમ્પ અને ઓપરેશન કેમ્પનું ભવ્ય આયોજન.
હળવદ ખાતે સરદારધામ યુવાતેજ સંગઠન હળવદ દ્વારા સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ મેગા નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, જસુભાઈ વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી, ધનજીભાઈ ભોરણીયા યતિનભાઈ રોકડ તથા હળવદ નાં તમામ સમાજ આગેવાનો નાં વરદ હસ્તે કરવા માં આવ્યું, કેમ્પ માં આયુષ હોસ્પિટલ મોરબી, યુનિક હોસ્પિટલ, ઓમ બાળકો ની હોસ્પિટલ, નીલકંઠ આંખ ની હોસ્પિટલ હળવદ નાં ડોક્ટર્સ દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવાં માં આવી હતી.
સરદારધામ દ્વારા રવિવારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ તથા ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,આ કેમ્પ માં હળવદ પંથકના ૩૦૦ થી વધું દર્દીઓ લાભ લીધો હતો, નિશુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પ ઓપરેશન કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોનું નિદાન કરી નિશુલ્ક ઓપરેશન કરવામાં આવશે, સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ડો હર્ષદ લોરીયા, ચંદુભાઈ પટેલ, દિવ્યાંગ જશુભાઈ પટેલ, યતિનભાઈ સહિતના આગેવાનો અને સરદાર ધામ હળવદ ની યુવાતેજ ટીમે એ કાર્યક્રમ ને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, રજનીભાઈ સંઘાણી વલ્લભભાઈ પટેલ વાસુદેવભાઈ સીણોજીયા રણછોડભાઈ પટેલ, એપીએમસી ચેરમેન, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ સહિતના વિવિધ સમાજના આગેવાનો ની ઉપસ્થિતિમાં મેગા કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.