Thursday, January 16, 2025
HomeGujaratસાંસદ વસાવાના વાણી વિલાસનો માસ સી.એલ. મૂકી વિરોધ કરતા હળવદ મામલતદાર કચેરીના...

સાંસદ વસાવાના વાણી વિલાસનો માસ સી.એલ. મૂકી વિરોધ કરતા હળવદ મામલતદાર કચેરીના કર્મચારીઓઅધિકારીઓ

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા બેફામ વાણી વિલાસ આચરી રાજ્ય સરકારના અધિકારી અને કર્મચારી સાથે કરવામાં આવેલ ખરાબ વર્તનના વિરોધમાં રાજ્યભરમાં મહેસુલી કચેરીઓમાં રોષ ફેલાયો છે ત્યારે હળવાદ મામલતદાર કચેરીના મહેસૂલી અધિકારીઓ,કર્મચારીઓએ પણ આ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

સાસંદ સામે કાયદેશનરી કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર એસોસિયેશન, મહેસૂલી કર્મચારી મહામંડળ અને રેવેન્યુ તલાટી મંડળ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધવાયો હતો. ત્યારબાદ આજે આગળના કાર્યક્રમના ભાગરૂપે હળવદ મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ મામલતદાર સાથે માસ સી.એલ. મૂકી સમર્થન અને વિરોધ દર્શાવેલ છે. જેમાં કચેરીના પ્રાંગણમાં મામલતદાર એન. એસ. ભાટી, તમામ નાયબ મામલતદાર સાથે તમામ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી સાંસદ મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!