હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે. રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન અને વહન બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદ તાલુકાના ટીકર બ્રાહ્મણી નદીમાં બેફામ ખુલ્લેઆમ સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે.
ત્યારે હળવદના નવનિયુક્ત પીઆઇ કે.જે.માથુકીયાએ ટીકર નર્મદા કેનાલ નજીક છાપો મારતા ગેરકાયદેસર રેતી ખનન વહન કરતા ૫ ડમ્પર ઝડપી પાડવામાં આવતા હતા. રેતમાફીયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ૫ ડમ્પર કબજે કરી હળવદ પોલીસ સ્ટેશનએ સીઝ કરી આગળની ખાણ ખનીજ એ કાર્યવાહી હાથ ધરી છે. અંદાજીત ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ ૧૫૦ ટન જેટલી રેતી સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેતમાફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.