ઈ. સ. ૧૮૪૭ માં ૨૨ વર્ષની યુવા વયે ટંકારા ગુર્હ ત્યાગ કરી સાચા શિવની શોધમાં નીકળી ગયેલા બ્રાહ્મણ મુળશંકર ભારત ભ્રમણ કરી એક અનંત જ્ઞાનીની ઉચ્ચ સપાટી ઉપર પહોચી ગયા છે અનેક નામાંકિત તજજ્ઞો થકી યોગ વિદ્યા, શાસ્ત્રો, વ્યાકરણ વેદ અભ્યાસ થકી મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ ધારણ કરી મહાન સમાજ સુધારક રાષ્ટ્રપુરુષ નવિનતમ રૂપે ધણા વર્ષો પછી ૧ ડિસેમ્બર ૧૮૭૪ માં જન્મભૂમિ ગુજરાતમાં આગમન કરે છે. મહર્ષિ માદરે વતન નજીક રંગિલા રાજકોટ ખાતે આવે છે અહિના હરગોવિદદાસ દ્રારકાદાસ કાંટાવાળાના નિમંત્રણને માન આપીને પહોચ્યા હતા હવે જોજો રાજકોટમાં કેવી જોવા જેવી થશે! અહીં આઠ પ્રવચનો આપે છે પણ આ સત્સંગ બે દિવસ નો હોય છે પહેલા દિવસે વ્યાખ્યાન અને બિજા દહાડે શંકાના સમાધાન માટે પશ્ર્નો આઠ વિષય પણ જુદા જુદા હોય છે જેમા પહેલું ઈશ્ર્વર ઉપર બિજુ ધર્યોદય ઉપર ત્રિજુ વેદોનું અનાદિત્વ ઉપર ચોથું પુન:જન્મ ઉપર પાંચમું વિર્ધા અને અવિર્ધા ઉપર છઠુ મોક્ષ અને બંધન ઉપર સાતમું આર્ય ના ઈતિહાસ ઉપર અને આઠમું માનવ કર્તવ્ય ઉપર આપે છે. 
રંગિલા રાજકોટમાં રાજકુમાર કોલેજ છે જ્યા એ સમયના રાજવીના કુવરો અભ્યાસ કરતા હતા હાલે પણ કોલેજ છેજ પણ આપણા ચરિત્ર નાયક ક્ષત્રિય કુમારો માટે પ્રવચન ગોઠવે છે. પછી તો રાજવી સંમેલન હતું જેમા અનેક રાજવી પણ હાજર રહ્યા હતા એટલે જોવા જેવુ એ રહું કે આપણા મોરબી રાજ્યના રાજા વાધજી ઠાકોર ત્યા હતાં પ્રવચન પછી મહાન સમાજ સુધારકે રાજાને પ્રણામ કરી કહે છે કે હુ આપના રાજ્યનો પ્રજાજન છું મારો જન્મ આપના રાજ સિમામા જ થયો છે આ સાંભળી વાધજી ઠાકોર ગદ્ગદિત થઈ છાતિ ફુલાઈ જાય છે અને ખુબ રાજીપો વ્યકત કર્યો હતો.
રાજકોટ થી ટંકારા ૪૫ કિલોમીટર દુર થાય છે એટલે કોઈ ને જાણ ન થાય અને કોઈ પુછપરછ કર્યા વિના જન્મભૂમિ ખાતે લટાર લગાવી પોબારા ભણી મુકે છે આમતો ગુજરાતમાં ગુર્હ ત્યાગ પછી પ્રથમ વખત અને છેલ્લી વખતજ આવવાનું થયું હતું
સ્વામીજીના રાજકોટ આગમનથી બે વર્ષ પૂર્વે રાજકોટમાં પ્રાર્થના સમાજની સ્થાપના થઈ ચૂકી હતી ગુલામ ભારતમાં સુધારાનું આંદોલન પૂરજોશમાં ચાલતું હતું શિક્ષિત વર્ગના અને નોકરિયાત ખૂબ લોકો જોડાયેલા હતા. જે મહાન જ્ઞાની દયાનંદ ના પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયા એમનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ ઓજસ્વી વાણી લોકહિતના ઉત્થાન અને ઉપકાર સમર્પિત જીવને પ્રાર્થના સમાજના સભ્યો ઉપર ચુંબકીય પ્રભાવ પાડ્યો અને આર્ય સમાજની સ્થાપના કરવામાં મૂર્તિ મૂર્તિ રૂપ મળ્યું. શરૂઆતમાં આર્ય સમાજની સ્થાપના થઇ ગયા બાદ આની સભ્ય સંખ્યા ૩૦ હતી જેમાં આર્ય સમાજના સંગઠનના નિયમો બનાવી તેમણે છપાવી તેની નકલો ભારતના દરેક પ્રાંતમાં મોકલવામાં આવી અને દર રવિવારે આર્ય સમાજ નું અધિવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ આર્ય સમાજ લાંબુ ચાલ્યું નહિ અને અલ્પ આયુ એટલે કે છ મહિનાના સમયગાળામાં બંધ કરવું પડ્યું કારણ કે વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડ પર ત્યાં ના રેસિંડંનટ કર્નલ ફેયરને ઝેર આપીને મારી નાખવાનો કથિત ગુના માટે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા જેથી મુળ ભારતીયોને અસંતોષ ફેલાયો હતો.
એવામાં આર્ય સમાજીઓ એ શિર્ધ કવિ જે શતાવધાની હતા એવા પ્રજ્ઞાચક્ષુ પંડિત ગટુલાલ રાજકોટમાં આવેલા અને એમનો એક કાવ્ય સંમેલન રાખેલું જેમાં ધારદાર અંગ્રેજ વિરૂદ્ધની કવિતાઓ રજૂ કરી હતી અખબારોમાં અગ્રણી રાજકોટ એ સમયે પણ સમાચાર છપાવવા માટે જાણીતું હતું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સહિત ના દૈનિક પત્રોમાં બીજા દિવસે આ કાર્યક્રમના સમાચાર છપાયા જે આર્ય સમાજ રાજકોટ બંધ થવા માટે કારણભૂત બની. હવે એમાં બને કેવું આ સમાચાર કાઠીયાવાડી સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ જેન્સ પિલી વાચે છે અને તાત્કાલિક આર્ય સમાજના ઈચા. મંત્રી નામાંકિત વકીલ નગીનદાસની સંત રદ કરી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાટાવાળા ઉપર રાજદ્રોહ જેવા ગુનાનો ભય બતાવી ડરાવે છે ધમકાવે છે એટલા માટે આર્ય સમાજ સાથેનો સંપર્ક તૂટી ગયો અને અલ્પ આયુમાં જ આર્ય સમાજ રાજકોટ બંધ થઈ ગયું.
આ બધી ધટના બની એ પહેલા દયાનંદ તો ચોટીલા થી વઢવાણ અને ત્યાથી પાછા અમદાવાદ આર્ય સમાજ સ્થાપના માટે સભાનું આયોજન અર્થે પહોચી ગયા હતા ત્યા વાવડ મળ્યા હતા જેથી અમદાવાદ મા વિચાર પ્રરામશ કરતા કોઈ સફળતા મળી ન હતી એટલે તાત્કાલિક અહિથી મુબઈ તરફ પ્રયાણ કર્યું અને ગુજરાત તરફ કયારેય આવ્યા નથી.









