રાજકોટ રહેતા રાહુલ આહીરની આજે મોડી સાંજે હત્યા નિજપાવી અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા : મોરબી એસપી ડીવાયએસપી વાંકાનેર તાલુકા પોલિસ નો કાફલો ઘટના સ્થળે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક આજે મોડી સાંજે યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હત્યાનાં આ બનાવની મળતી માહિતી વાંકાનેરનાં હોમગઢ ગામે રાહુલ આહિર નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. મૃતક રાહુલ રાજકોટનો રહેવાસી છે આરોપીઓ હત્યા કરી નાસી છૂટયા હતાં જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલ આહીર હત્યાના ગુનામાં જેલમાં હતો અને રાજકોટમાં હત્યા ના આરોપમાં થોડા સમય પહેલાં જ જેલ માંથી જામીન પર છુટેલો હતો જેમાં
મહિકા નજીક રેતીની ગાડી ભરવા રાહુલ આવી રહ્યો હતો ત્યારે હત્યારાઓ ફોરવ્હિલ ગાડીમાં પીછો કરી હત્યા ને અંજામ આપી અંધારામાં ઓગળી ગયા હતા આ
ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ એલસીબી, વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો પીલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ ને સીવીલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું છે કે હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ જૂની અદાવત માં બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં વર્ષ 2019 માં રાજકોટ મુસ્લિમ યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં મૃતક રાહુલ જેલમાં પણ હતો જેનો ખાર રાખી સામેના પક્ષે હત્યા કર્યા હોવાનું જણાય છે જો કે વધુ અને યોગ્ય તપાસ આરોપીઓ પકડાય બાદમાં જ ખુલવા પામશે તો બીજી બાજુ વધુ એક ઇસમને પણ ઇજાગ્રસ્ત હલતમાર રાજકોટ લઈ જવામાં આવ્યો છે જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે જો કે આ બીજા મોતની હાલ તંત્ર પુષ્ટિ નથી કરી રહ્યું પરન્તુ જો હશે તો ડબલ મર્ડર નો ગુનો નોંધવામાં આવશે હાલ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.