Friday, January 24, 2025
HomeGujaratહળવદ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનાં નામ જાહેર

હળવદ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનાં નામ જાહેર

હળવદ : હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાનાર છે ત્યારે આજે પ્રમુખ તરીકે બકુબેન પઢીયાર અને ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ ગામીના નામ ફાઇનલ થતા બન્ને ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજૂ કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટેની ચૂંટણીમાં 16 બેઠકો ઉપર ભાજપ, 3 બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની જીત થતા બહુમતી સાથે ભાજપ સતાસ્થાને આવ્યું છે.પંચાયત અધિનિયમ હેઠળ ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવાનું જાહેર થતા પાર્ટી આદેશ મુજબ આજે માથક બેઠક ઉપરથી વિજેતા બનેલા બકુબેન નાનુભાઈ પઢીયારે પ્રમુખ તરીકે અને રાતાભે બેઠક ઉપરથી વિજેતા બનેલા નિલેશભાઈ ધનજીભાઈ ગામીએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું આવતીકાલે વિધિવત રીતે પ્રમુખ,ઉપ પ્રમુખ અને અન્ય હોદેદારોની ચૂંટણી યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!