હળવદ પંથકમાં નર્મદા કેનાલ માઇનોર કેનાલ અવારનવાર ઓવર ફલો તથા તૂટવાના બનાવો બને છે. નર્મદા નિગમ કેનાલ સાફ-સફાઇ કરવામાં સરેઆમ નિષ્ફળ નિવડયું છે. કેનાલમાં ઠેક ઠેકાણે જાડિયો અને લીલનું સામ્રાજ્ય થઈ જતા અવારનવાર કેનાલ ટુટવાના અને આમ ઓવરફ્લો થવાના બનાવો બને છે.
ત્યારે રવિવારે હળવદ તાલુકાના ઢવાણા ગામે મોરબી નર્મદા કેનાલની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું જેના કારણે ખેડૂતોના ખેતરમાં ગોઠણ ડૂબા પાણી ભરાયા હતા. આ બાબતે ખેડૂત સતિષભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હાલમાં નર્મદા કેનાલનું પાણી ખેતરમાં ૫ વિધામાં પાણી ફરી વળ્યુ છે. નર્મદા નિગમના અણધડ વહીવટના કારણે શિયાળુ પાકમાં પાણી ફરી વળતા મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે અમારા એરંડા તેમજ ઘઉંના પાકને મોટું નુકસાન થવા પામ્યુ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કે તંત્ર પેટનું પાણી ન હલતા આજ દીન સુધી કોઈ કામગીરી ન કરતા આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અંદાજિત મારા બે થી ત્રણ વીઘામાં એરંડાના પાકનુ ૭૦ હજારથી રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે. આખા ખેતરમાં પાણી ફરી વળતાનું ના પાકને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.