Monday, December 30, 2024
HomeGujaratટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર : 27 % ઓબીસી અનામત મુજબ બેઠકો...

ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર : 27 % ઓબીસી અનામત મુજબ બેઠકો સહિતનુ લિસ્ટ જાહેર

ટંકારા શહેરને નગર પાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ ટંકારામાં પ્રથમ વખત નગરપાલિકા અંતર્ગત ચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈ ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 27 % ઓબીસી અનામત મુજબ બેઠકો સહિતનુ લિસ્ટ જાહેર કરાયું છે. તેમજ દિવાળી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શક્યતા પણ હાલ વ્યક્ત કરાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર કરી ટંકારા 6 વોર્ડમાં વિભાજન કર્યુ છે. જેમાં 24 કાઉન્સિલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 24 બેઠકોમાથી 1 બેઠક અનુસૂચિત જાતિની વ્યક્તિ માટે અનામત 6 બેઠક પછાત વર્ગની વ્યક્તિ માટે જેમાથી 3 મહિલા 3 પુરૂષ માટે અનામત આ મુજબ ટંકારા નગરપાલિકા 27 % ઓબીસી અનામત સહિત 50 % મહિલા અનામત બેઠક સાથે રાજ્ય સરકારના નાયબ સચિવ મનીષ.સી.શાહ દ્વારા નોટિફિકેશન બહાર પાડયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારાને નગરપાલિકાનનો દરજજો આપવામાં આવ્યા બાદ નવુ સિમાંકન અને વોડ રચના માટે ચુંટણી વિભાગે કવાયત હાથ ધરી છે અને રાજકીય સુત્રોનું કહેવું છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દિવાળી પછી વર્ષના અંતમાં યોજાઈ શકે છે. અગાઉ ટંકારા પ્રમુખને લઈ ઓબીસી અનામત માટે નોટિફિકેશન બહાર પડી ચુક્યુ છે ત્યારે હવે ટંકારા નગરપાલિકામા 24 કોર્પોરેટરો કલ્યાણકારી સુખાકારી સહિતની સેવા માટે પોતાના વિસ્તારમાંથી પાલિકા સુધી પહોંચશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!