હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઇ ચૂકયા છે.હળવદ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો ની ચૂંટણી જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ના જુના ધનાળા ગ્રામ પંચાયત સરપંચ તરીકે કનુબા અનુપસિંહ ઝાલા વર્ણી કરવા આવી છે.ગામમાં સરપંચ ,ઉપસરપંચથી લઈને તમામ પેનલ સભ્યોમાં તમામ મહિલાઓ આગેવાની કરશે. સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈ ને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુ થી ઠેર ઠેર જુના ધનાળા આગેવાનો ધમેન્દ્ર સિંહ ઝાલા.ધીરુભા ઝાલા સહિતના ગ્રામજનો આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન ની વર્ષા કરી ને તાલુકા નું ગૌરવ વધારેલ છે.