હળવદ ની ધર્મ પ્રેમી પ્રજાને સત્સંગ સભા મહાઆરતી,રામધુનમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ,બધા સાથે મળી આ ઉત્સવને ધર્મોલાસ સાથે ઉજવીએ
૫૦૦ વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે હળવદ શ્રી શંકરપર રામજી ખાતે સત્સંગ સભા, રામધુન, ધ્વજા રોહણ, સન્માન સમારોહ, અયોધ્યા લાઈવ પ્રસારણ,મહા આરતી,મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સાથે સમગ્ર દેશ રામમય બની રહે માટે ગામોગામ ઉજવણીનું આયોજન કરાયું છે ત્યારે હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે ધામધુમ પુવકૅ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
અયોધ્યા શ્રી રામ મંદિર મહોત્સવ નિમિતે રામજી મંદિર સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું ઉપરાંત રામનામ ધુન તા. ૨૨ ને સોમવારે સત્સંગ સભા, ધ્વજા રોહણ,મહાઆરતી ,તેમજ બાદમાં મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે,મહોત્સવની ઉજવણી શ્રી રામજી મંદિર શંકરપરા ખાતે કરાશે કાર્યક્રમને સફળ બનાવવા શંકરપરા યુવા ગ્રુપ ના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.