Friday, September 20, 2024
HomeGujaratવિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા હળવદ ખાતે વૃક્ષારોપણ...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા હળવદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી ઉપસ્થિત રહ્યા

- Advertisement -
- Advertisement -

આજ રોજ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા હળવદ, વન અને પર્યાવરણ વિભાગ હળવદના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અત્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ થી પરેશાન છે તેનાથી બચવા માટે વૃક્ષો નું વાવેતર કરી તેનું જતન કરવું તેજ શ્રેષ્ઠ ઉપાય છે ત્યારે આજરોજ સંસ્થા ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , મોરબી જિલ્લા યુવા મહામંત્રી તપનભાઈ દવે હળવદ ફોરેસ્ટ અધિકારી જયેશભાઇ રાઠોડ તેમજ વેપારી અગ્રણી રાજેશભાઈ પટેલ(કિશાન માર્કેટિંગ), ડો. અમિત પટેલ જેવા મહાનુભવો ઉપસ્થિત રહેલ તેમજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના દિવ્યાંગ મંદબુદ્ધિના બાળકોના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે હળવદ ફોરેસ્ટ અધિકારી જયેશભાઇ રાઠોડ દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને પાણીની બોટલનું વિતરણ કરી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડી નું પણ સંસ્થા દ્વારા સાલ ઓઢળી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા નવજીવન વિકલાંગ સેવાશ્રય ના સર્વે સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!