સામાજિક વનીકરણ રેન્જ-હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હળવદ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હળવદ મામલતદાર કચેરી ખાતે સામાજિક વનીકરણ રેન્જ-હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરવામાં આવ્યા. સાથે સાથે વુક્ષો ના ઉછેર માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.વૃક્ષનું આપણા જીવનમાં અનેરૂ મહત્વ છે. ઓક્સિજન માટે મહત્વનું છે. રાજકીય આગેવાનો અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ૧૫૦ વુક્ષાઓ રોપવામાં આવ્યા હતા. સાથે અન્ય રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે
વન વિભાગના આર એફ ઓ પી.જે જાડેજા,ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, મોરબી જિલ્લા મહા મંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.