Thursday, September 19, 2024
HomeGujaratહળવદના ડુંગરપુર ગામે વાડીમાં સંતાડી રાખેલ અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:બે...

હળવદના ડુંગરપુર ગામે વાડીમાં સંતાડી રાખેલ અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:બે ના નામ ખુલ્યા

હળવદ પોલીસને બાતમી મળી હતી કે હળવદના ડુંગરપુર ગામની સીમમાં આવેલ વનરાજસિંહ નાગજીભાઈ ની વાડીમાં આ વાડી ને ઉધડ માં વાવવા રાખનાર ઈસમો દ્વારા વાડીમાં દારૂ સંતાડી રાખેલ છે જેથી હળવદ પોલીસે દરોડો પાડતા ઉપરોક્ત વાડીમાંથી આરોપી સિદ્ધરાજ ધીરુભાઈ ચૌહાણ ને ભારતીય બનાવટની વ્હાઈટ લેક વોડકા લખેલી ૭૫૦ મિલીની ૮૪ બોટલ જેની કી. રૂ ૨૫,૨૦૦ અને વ્હાઈટ લેક વોડકાની ૧૮૦ મિલીની ૧૦ બોટલ કી. રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૨૬,૨૦૦ માં.મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તથા ઝડપાયેલા શખ્સની પૂછપરછ માં વધુ બે આરોપી પીન્ટુ અશોકભાઈ બોરણિયા (રહે. માથક) અને ધીરુભાઈ નાનજીભાઈ ચૌહાણ (રહે.માથક) વાળાના નામ ખુલતા બન્નેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત કામગીરીમાં હળવદ પીઆઇ એમ.વી.પટેલ, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર, ગંભીરસિંહ ચોહાણ, સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!