Monday, April 29, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામ પાસેથી એક ઈસમ દેશી તમંચા સાથે ઝડપાયો

ટંકારાના લજાઈ ગામ પાસેથી એક ઈસમ દેશી તમંચા સાથે ઝડપાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીમાં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા લજાઇ ગામ પાસે લજાઇ-હડમતીયા રોડ મેલડીમાતાના મંદીર પાસેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લજાઇ ગામ પાસે લજાઇ-હડમતીયા રોડ મેલડીમાતાના મંદીર પાસે એક ઈસમ દેશી હાથ બનાવટના તમંચા સાથે ફરે છે, જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જયરાજસિંહ ઉર્ફે જયપાલ અરવીંદસિંહ ઝાલા (રહે.-લજાઇગામ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સને એક લોખંડનાં દેશી હાથ બનાવટનાં તમંચાનાં રૂ. ૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!