ટંકારાના હરીપર ગામના અજિત ભાગિયા નામના યુવકને રોંગ નંબરના બહાને ફોન કરીને સંબંધો કેળવી હની ટ્રેપ માં ફસાવી પાંચ લાખ રૂપિયા ખંખેરી લેનાર ટોળકીના મહિલા સહિત પાંચ સભ્યો ઝડપાઈ ચૂક્યા છે.જેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.ત્યારે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના અગાઉ હાર્દિક મકવાણા,સંજય પટેલ,ઋત્વિક રાઠોડ તેમજ દેવુબેન ઉર્ફે પૂજાબેન ની ધરપકડ કરાઈ હતી જેની પૂછપરછ બાદ આ રણછોડ કરોતરા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.ત્યારે આ કેસમાં વિપુલ રામજીભાઈ નામના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જેના રિમાન્ડ મેળવવા સહિતની કાયૅવાહી ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.