શિયાળાની ઋતુ એટલે કસરતની ઋતુ તેમાંય રનિંગ, જોગિંગ અને એક્ષરસાઈજ ના બદલે પ્રોફેશનલ બેડમિન્ટન રમતનો આનંદ લેવો હોય તો તમારા માટે હાજર છે ઓપન હળવદ બેડમિન્ટન કોચિંગ ક્લાસ.જેમાં તાજેતરમાં ધો. ૩ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ ન ભણતા કે નોકરી ધંધો કરતા ભાઈઓ બહેનો માટે એક સિંગલ્સ બેડમિન્ટન કોમ્પિટિશન યોજાઈ હતી.
આ સ્પર્ધાની વિગતો આપતા તક્ષશિલા સંકુલના સંચાલક રોહિત સિણોજીયાએ જણાવ્યું હતું કે હળવદ ખાતે નવનિર્મિત ઈન્ડોર સ્ટેડિયમ/ કોર્ટ પર આ સ્પર્ધા યોજાઈ ગઈ. સ્પર્ધામાં ૧૨ ગોલ્ડ,૧૨ સિલ્વર અને ૨૪ બ્રોન્ઝ એમ કુલ ૪૮ ટ્રોફી એનાયત કરવામાં આવી. ભાગ લેનાર હળવદ તાલુકાના ૩૪૧ જેટલા ખેલાડીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા. આ તકે બેડમિન્ટન કોચ પરેશભાઈ વસર અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ પ્રકાશ જોગરાણા અને પૂજાબેન ઓરાએ જણાવ્યું હતું કે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી ઉપરાંત ત્રણ મહિના સુધી મફત કોચિંગ આપવામાં આવશે.
મુખ્ય મહેમાન તરીકે હળવદ ધ્રાંગધ્રાના નવનિયુક્ત ધારાસભ્યશ્રી પ્રકાશ વરમોરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
આજે યોગાનુયોગે ધારાસભ્યનો જન્મદિવસ હોઈ ત્રણ હજાર વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં કેક કાપી બર્થડે ઉજવ્યો હતો. તેમ જ તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલ અને ડો. અલ્પેશ સિણોજિયા દ્વારા મોમેન્ટો આપી નવનિયુકત ધારાસભ્યને સન્માનિત કરાયા હતા. વિજેતા મેડલ વિનર ખેલાડીઓને ટ્રોફી એનાયત કરતી વેળાએ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેલ મહાકુંભ થકી ગુજરાતના ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં આગળ વધતા રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા રમેશ કૈલા, રોહિત સિણોજીયાએ જહેમત ઉઠાવી હતી. રેફ્રી તરીકે કૃણાલ દેકાવડિયા, નિલેશ પટેલ અને પાર્થ પટેલે સેવા આપી હતી.
ગોલ્ડ મેડલ વિનર 1. કૈલા પ્રનિલ ,2. પટેલ હાર્વી 3. જાદવ કોમલ 4. દેકાવડિયા માનવ 5. પટેલ ખંજન 6. પટેલ કશ્વિ 7. કૈલા પિનાક 8. શર્મા જાન્હવી 9. કામદાર નીલ 10. સંતોકી જેન્સી 11. કાચરોલા ધ્રુવ 12. સિણોજિયા ડિમ્પલ સિલ્વર મેડલ વિન ર1. એરવાડિયા જીત 2. બાપોદરિયા આધ્યા 3. પટેલ ધ્રુવી 4. પટેલ ધ્વનિલ 5. મોરતરીયા દીપ 6. સાબરિયા સંધ્યા 7. કૈલા કવન 8. રામજિયાણી કૃષિ 9. સુરેલા રાહુલ 10. ઝેજરિયા કિરણ 11. પટેલ પાર્થ 12. ગરધરિયા પારુલ