Wednesday, June 4, 2025
HomeGujaratટંકારા પંથકમાં ઓપન રસોઈ સ્પર્ધા યોજાઇ:કટારીયા રીનાબેન બન્યા "રસોઈની રાણી"

ટંકારા પંથકમાં ઓપન રસોઈ સ્પર્ધા યોજાઇ:કટારીયા રીનાબેન બન્યા “રસોઈની રાણી”

ટંકારા પંથકમાં ઓપન રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે ગુજરાતી ટીવી શોના ૬૫૦૦ જેટલા શો કરનાર રસોઈની મહારાણી ક્રિષ્નાબેન કોટેચા ઉપસ્થિત રહયા હતા. જેમાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ અને બુક આપવામાં આવી હતી. તેમજ પ્રથમ નંબરે રસોઈની રાણી ટાઇટલ કટારીયા રીનાબેને મેળવ્યું હતું. જેમને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારામાં ગત તા. ૨૭ ના રોજ ઓપન ટંકારા રસોઈ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રસોઈની મહારાણી એવા ક્રિષ્નાબેન કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ગુજરાતી ટીવીના ફેમ કે જેમણે ૬૫૦૦ જેટલા શો ગુજરાતી ટીવી શો માં કરેલા છે. જેઓ ઓપન ટંકારા રસોઈ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જે સ્પર્ધામાં લગભગ ૨૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જે તમામ બહેનોને સર્ટિફિકેટ્સ અને બુકસ આપી સન્માનિત કરાયા હતા. તેમજ એક થી ત્રણ નંબર આવનાર બહેનોને સિલ્ડ સાથે સર્ટિફિકેટ્સ આપી સન્માનિત કરાયા હતા. જેમાં પ્રથમ નંબરે ટંકારા તાલુકામાં રસોઈની રાણી કટારીયા રીનાબેન બન્યા હતા. જેમને મહારાણીનું ટાઈટલ આપવામાં આવ્યું હતું. બીજા નંબરે સુરૈયાબેન અને ત્રીજા નંબરે પારુલબેનને શિલ્ડ અને સટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. જે સમગ્ર કાર્યક્રમનુ આયોજન સોહરવદી આસ્તાનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિમસન ફિલ્મ ફેડરિક રામભાઈ મેહતા, રોબો ગર્લ શ્રુતિ, ઘનશ્યામભાઈ ઝાલા, હંસાબેન મકવાણા, પિપલીયા જયશ્રીબેન તેમજ ટંકારા કેક શોપ દ્વારા લાઈવ કેકનો ડેમો શેશન યોજાયું હતું. જે બદલ ઓનર ગણેશભાઇનો તેમજ શાળામાં આયોજન કરવા દેવા બદલ સરદાર પટેલ સ્કૂલના પ્રેસિડેન્ટ વિજયભાઈ ભાડજાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!