ટંકારા ખાતે હેમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા ઓપન કરાઓકે સિંગિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ વિજેતાઓને શિલ્ડ અને સર્ટિફિકેટ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હેમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા ટંકારા સ્થિત ડો. આંબેડકર હોલ ખાતે ઓપન કરાઓકે સિંગિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ આસ્થાના સોહરવદીના નેજા હેઠળ ગૌતમ વામજા, મહેતાભાઈ, ઘનશ્યામસિંહ ઝાલાના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાસા સ્કૂલના ટ્રસ્ટીઓ વિજય ભાડજા, હાર્દિકભાઈ, રવિભાઈ, પ્રશાંતભાઈ, કાર્તિકભાઈ તેમજ મોમસ્ટર પ્લે હાઉસના ટ્રસ્ટી સંજય સર, ઓરપેટ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી અને જબલપુર સ્કૂલના પ્રિન્સિપાલ જશવંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કોમ્પિટિશનમાં કુલ 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા. જ્યારે બાકી તમામ સ્પર્ધકોને પણ સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા