હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે આજે નર્મદાની માઇનોર કેનાલ છલકાતા કેનાલથી ચાર કિલોમીટર વિસ્તારમાં આવેલા ખેતરો અને માર્ગો પાણી-પાણી થઇ ગયા હતા અને પાણીનો વિશાલ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.
હળવદ તાલુકામાં હાલમાં ખેડૂતો ચણા, ઘઉં ,જીરું, ધાણાના પાક ઉપાડી તલનું વાવેતર કરી રહ્યા છે. તેવા સમયે જ આજે ઘનશ્યામગઢ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલ છલકાતા ધીમે-ધીમે પાણી આજુ બાજુના ચાર કિલોમીટર વિસ્તારમાં પહોંચી ગયું હતું.ખાસ કરીને કેનાલના છલકાયેલા પાણીને કારણે તલનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.