ટંકારા: આર્ય સમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ દ્વારા છેલ્લા 42 વર્ષની ભવ્ય પરંપરાને જાળવી રાખીને, આ વર્ષે પણ 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ‘ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 25 જાન્યુઆરી 2026, રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ગરબી ચોક સોસાયટી, ટંકારા ખાતે આ કાર્યક્રમ યોજાશે.
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની શહાદતને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાના આશયથી આર્યવીર દળ દ્વારા આ સૂરમયી આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ વખતે મોરબી જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી પણ ટંકારામાં જ થવાની હોય, સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સ્પર્ધાને મુખ્યત્વે બે વય મર્યાદામાં વહેંચવામાં આવી છે પ્રથમ કેટેગરી 15 વર્ષ સુધીના બાળકો માટે. દ્વિતીય કેટેગરી: 15 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા: સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. રસ ધરાવતા સ્પર્ધકોએ 16 જાન્યુઆરી 2026 સુધીમાં નીચેના સ્થળોએ ફોર્મ જમા કરાવવાના રહેશે: આર્ય સમાજ (ત્રણ હાટડી), ટંકારા આર્ય ડેરી ફાર્મ, ટંકારા વધુ માહિતી માટે ભાવિનભાઈ ગઢવી (97249 72472) અથવા રિતેશભાઈ પડસુંબિયા (93130 03454) નો સંપર્ક કરી શકાય છે. જે ભૂમિના મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશની આઝાદી અને સ્વરાજનું પ્રથમ ઉચ્ચારણ કર્યું હતું, તેવા ટંકારાના આંગણે યોજાનાર આ કાર્યક્રમમાં જોડાવા આર્યવીર દળ દ્વારા તમામ તાલુકા વાસીઓને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વર્ષ ટંકારા આર્ય સમાજ સ્થાપના ના 100 વર્ષની ઉજવણી પણ થવાની છે









