હળવદનાં સુનિલનગર વણઝારા વાસ વિસ્તારમાં બિસ્માર રસ્તા તથા ગટર ઉભરાવવા પ્રશ્નને લઈ અનેક વખત સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. છતાં નગરપાલિકાના બહેરા કાને જાણે વાત અથડાતી જ ન હોય તેમ હળવદ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અને અનખો વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સુનિલનગર વણઝારા વાસ વિસ્તારના લોકોએ છેલ્લા કેટલાય સામેથી પાણી લીકેજ અને બિસ્માર રસ્તાના પ્રશ્નથી ત્રસ્ત બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, હળવદનાં વોર્ડ ૭માં આવેલ વણઝારા વાસમાં પાણી લીકેજ તેમજ બિસમાર રસ્તો તેમના માથાના દુખાવા સમાન બની ગયું છે. હળવદ નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ધણી ધોરણ વિનાનું તંત્ર બની ગયું છે. અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં વિસ્તારના રહીશોએ આખરે રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા શહેરમાં ગંદકી, રખડતા ઢોર, ગટરો ઉભરાવાના સહિત વિવિધ પ્રશ્નો માથાના દુખાવા સમાન બની ગયું છે. જેથી વોર્ડ નંબર સાતમાં આવેલ સુનિલ નગર વણઝારાવાસનાં લોકો દ્વારા વણઝારાવાસમાં પાણીમાં બેસીને રામધૂન બોલાવીને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે ઉલ્લેખની છે કે, આ વિસ્તારમાં પાણી લીકેજ થતાં રોડ પર પાણીના ખાબોચિયાં ભરાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દેહશત જોવા મળી રહી છે. આ રસ્તા ઉપરથી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ગર્ભવતી મહિલાઓને લઇ જવું પણ મુશ્કેલ બન્યું છે. જેને લઈ આ રસ્તાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.