Saturday, January 11, 2025
HomeGujaratહળવદમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ:ઠેર ઠેર થયેલા દબાણથી સર્જાઈ ટ્રાફીક સમસ્યા

હળવદમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ:ઠેર ઠેર થયેલા દબાણથી સર્જાઈ ટ્રાફીક સમસ્યા

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ધાંગધ્રા દરવાજા થી શરૂ થતી મુખ્ય બજારમાં એકદમ સાંકડી હોવાથી તેમાં આડેધડ ચાલતા વાહનો અને પાર્કિંગ કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. અધૂરામાં પૂરું વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

- Advertisement -
- Advertisement -

હળવદ છોટા કાશી તરીકે ઓળખાતી પ્રાચીન નગરી છે તથા શહેરની બજાર પણ વર્ષોથી સાંકડી છે પરંતુ અહિયાં હાલ સિટિ તથા ગ્રામીણ નો સમન્વય થતાં લોકોની રીતભાત અને ધંધો વેપાર ની સામાન્યતાના કારણે હળવદ ધમધમે શહેરની અનુકૂળ માં ફેરવાઈ રહ્યું છે. હળવદ ના પ્ર પ્રવેશેદ્વારાસમા મુખ્ય બજારમાં છેલ્લા કેટલાક સમયથી થ્રી વીલર ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર તથા તંત્રની ઢીલી નીતિના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓ ને ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે . હળવદ તાલુકાના 65 ગામના લોકો ની ખરીદી કરવા હળવદમાં આવતા હોવાથી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ભરચક માહોલમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને બજારમાં દોડતી રીક્ષાઓ અને ફોરવીલર ટાફીકના નિયમો ની એસૈતેસી કરી બજાર માં આડેધડ પાર્કિંગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની આ નવતર સમસ્યાઓ સંખ્યાબંધ રાહદારીઓ હાડકા ભાગવાનું પણ કામ કર્યું છે. અમદાવાદ કે રાજકોટ જેવા શહેરને આંટી મારે તેવો હળવદ ની બજાર આ ટ્રાફિક મામલે પ્રજા સેવકો, તંત્ર, અને કહેવાતા જાગૃત લોકો કેમ કંઈ બોલતા નથી ?શહેરમાં વધતી જતી વસતી અને વધતા જતા વાહનો પૈકી ટ્રાફિક નિયમોની ઐસીતૈસી તો કરે છે પણ તંત્ર પણ ચૂપ છે? તાત્કાલિક ધોરણે ટ્રાફિક ‌સમસયા દૂર કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!