Monday, September 9, 2024
HomeGujaratહળવદમાં સતત બીજા દિવસે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:લુખ્ખા તત્વોમાં ફફડાટ

હળવદમાં સતત બીજા દિવસે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:લુખ્ખા તત્વોમાં ફફડાટ

શરણેશ્વર રોડ મેન બજાર સરા ચોકડી સહિતના વિસ્તારમાં પોલીસનો ફૂટ પેટ્રોલિંગ,વાહનો ડીટેન કરી મેમો અપાયા

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા હળવદ પોલીસ છેલ્લા બે દિવસથી મેદાને ઉતરી છે. ત્યારે પોલીસ દ્વારા ગઈકાલે મેઈન વિસ્તારોમાં માં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું લુખ્ખા તત્વો રોમીયોગીરી કરતા આવારા તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોના તપાસ કરવામાં આવી હતી .ત્યારે સતત બીજા દિવસે પણ હળવદ ઇન્ચાર્જ પીઆઇ બી.પી સોનારા પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા સહિતના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરીને શરણેશ્વર રોડ ,સરા રોડ, સરકારી હોસ્પિટલ આજુબાજુ, મેન બજાર, આજુબાજુના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરીને કારણ વગર અડ્ડો જમાવીને બેસતા આવારા રોમીયો લુખ્ખા તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા હતા. છેલ્લા બે દિવસથી હળવદ પોલીસ એક્શન મોડ માં આવતા નંબર પ્લેટ વગરના વાહનો તેમજ આડેધડ વાહન પાર્ક કરેલા વાહનો ડીટેન કરી મેમો ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.હળવદ પોલીસ ની કામગીરી થી શહેરીજનોમાં આનંદ ની લાગણી ફેલાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!