Sunday, May 19, 2024
HomeGujaratહળવદના દીધડીયા ગામેં સગા ભાઈના હત્યારા રઘુને પકડી પાડતી પોલીસ

હળવદના દીધડીયા ગામેં સગા ભાઈના હત્યારા રઘુને પકડી પાડતી પોલીસ

હળવદ તાલુકાના દીધડીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરે પાણી લેવાની બાબતે થયેલી માથાકૂટમાં બે ભાઈઓએ એક સંપ કરી વચેટ ભાઈને વેતરી નાખ્યો હતો આ બનાવમાં જેલ હવાલે રહેલા આરોપી ભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ આરોપી રઘુને હળવદ પોલીસે પકડી પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના દીધડીયા ગામની સીમ વિસ્તારમાં વીસેક દિવસ અગાઉ ખેતરમાં પાણી લેવા બાબતે મુકેશભાઈ કુકાભાઈ સારલા, રઘાભાઈ કુકાભાઇ સારલા, મુન્નાભાઈ કુકાભાઈ સારલા નામના ત્રણ સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં બે ભાઇઓ એક સંપ કરી સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું. હત્યાના આ બનાવમાં મૃતકના પત્નીએ પોતાના દીયર મુન્ના ભાઈ અને જેઠ રધાભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હત્યામાં સંડોવાયેલા આરોપી મુન્નાભાઈ એ કોઈ કારણસર પોલીસ કસ્ટડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પ્રકરણમાં ફરાર આરોપી રઘુભાઈ કુકાભાઈ સારલાને આજે વહેલી સવારે ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસે સગા
ભાઈના હત્યારાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!