Saturday, December 28, 2024
HomeGujaratહળવદના રણછોડગઢ ગામે સેવાસેતુમાં તાલુકા પંચાયત પ્રમુખ સહિતના સભ્યોને જાણ ન કરાતા...

હળવદના રણછોડગઢ ગામે સેવાસેતુમાં તાલુકા પંચાયત પ્રમુખ સહિતના સભ્યોને જાણ ન કરાતા રાજકારણ ગરમાયુ

સેવાસેતુના સાતમા તબક્કાનો હળવદ તાલુકાના રણછોડગઢ ખાતે કાર્યકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય સભ્યોને જાણ ન કરી કાર્યક્રમથી અળગા રખાતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યો આ પ્રશ્ને લઈને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસે રજૂઆત કરવા દોડી ગયા હતા. રજુઆતમાં જણાવ્યું કે હળવદ તાલુકા કક્ષાના સેવાસેતુ કાયૅકમમા હળવદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પોતે મનસ્વી વર્તન દાખવી પ્રોગ્રામ અંગેની પ્રમુખ, સભ્યો સહિતનાઓને જાણ પણ કરી નથી. સરકારના આ પ્રોગ્રામમાં વધુમાં વધુ લોકોને જાણ થાય અને વધુ માં વધુ લોકો લાભ મળે તે માટે આ સેવા સેતુ યોજવામાં આવે છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ સભ્યો સ્થાનિક આગેવાનો કાર્યકરો ને જાણ ન કરતા અનેક જાતના તર્ક વિતર્કો શરૂ થાય છે.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સમયસરની મળે તેમજ તેમની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ ઉકેલ લાવવા સરકારની ૫૬ જેટલી વિવિધ યોજનાઓનો નાગરિકોને સીધો લાભ આપવામાં આવશે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામના કલસ્ટર બનાવીને આગામી તા. ૫ જાન્યુઆરી સુધી કાર્યક્રમો યોજવામાં આવશે. સેવાસેતુમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહીતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,શું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે કે કેમ? તે અંગે હળવદવાસીઓમાં ચર્ચા જાગી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!