Sunday, January 12, 2025
HomeGujaratહળવદમાં દાડમ ચોર ઝડપાયો:૪.૧૪ લાખના મુદ્દામાલ સાથે એક દાડમ ચોરને ઝડપી લેતી...

હળવદમાં દાડમ ચોર ઝડપાયો:૪.૧૪ લાખના મુદ્દામાલ સાથે એક દાડમ ચોરને ઝડપી લેતી હળવદ પોલીસ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ પોલીસ ઈન્સપેક્ટર ડી.એમ.ઢોલ તથા હળવદના પોલીસ ઇન્સપેકટર એમ.વી.પટેલની સુચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસે દાડમ ચોરીના આરોપીને પકડી પાડ્યો છે,

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પોલીસ ઈન્સપેક્ટર ડી.એમ.ઢોલ તથા હળવદના પોલીસ ઇન્સપેકટર એમ.વી.પટેલની સુચના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે.ધાધલ તથા સાથેના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ ઓળકીયા તથા કોન્સ્ટેબલ ગંભીરસિંહ ચૌહાણ તથા મનોજભાઇ ગોપાલભાઇને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે હળવદ સરા ચોકડી પાસેથી જી.જે.-૧૩-સી.એ.-૨૫૩૫ નંબરની ઇકો કારના ચાલક શંકમંદ સુરેન્દ્રનગરના ધ્રાગધ્રાના અંકેવાળીયા ખાતે રહેતો મુકેશભાઇ ગોરધનભાઇ હળવદીયા નામના ૨૭ વર્ષીય યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવતા જેની પુછપરછ દરમ્યાન તેની પાસેથી રોકડા રૂ.૧૪,૭૬૦/- મળી આવેલ જે રૂપિયા પોતાએ ખોડુગામની સીમમાં વ્રજલાલ મગનભાઇ પટેલની વાડીમાંથી દાડમ ચોરીને વેચાણ કરેલના રૂપિયા હોવાનું જણાવતા જેને રૂપિયા તથા ઇકોકાર મળી કુલ રૂ. ૪,૧૪,૭૬૦/-ના મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ અને મજકુર ઇસમ વિરૂધ્ધ આ બાબતનો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેથી તેની અટકાયત કરવામાં આવેલ છે. આમ હળવદ પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી કાઢેલ છે. આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસ સ્ટેશન સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!