Friday, January 10, 2025
HomeGujaratટંકારામાં લતીપર ચોકડી પાસે ડમ્પર ચાલકની ઘોર બેદરકારીને કારણે વીજપોલ ધરાશાયી:મોટી જાનહાની...

ટંકારામાં લતીપર ચોકડી પાસે ડમ્પર ચાલકની ઘોર બેદરકારીને કારણે વીજપોલ ધરાશાયી:મોટી જાનહાની ટળી

ટંકારા લતીપર ચોકડી ખાતે આવેલ આશાપુરા સિમેન્ટ ડેપો સામેથી હાઈવે ઉપર ચડી રહેલ ડમ્પરની લારી બેસાડી ન હોય ઈલેક્ટ્રીક વાયર સાથે અડી જતાં ધડાકાભેર થાંભલા ટુટી પડ્યા હતા. સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ચાલુ લાઈન ટુટવાથી વહેલી સવારે વોકપર નિકળેલા નગરજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. અને વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા સોસાયટી વિસ્તારમાં દયાનંદ હોસ્પિટલ નજીક આવેલ બજારમાં સવારે 6:30 વાગ્યે વાગ્યાના સુમારે ડંમ્પર ચાલક વાહન લઈને લતીપર રોડ ઉપર જવા પ્રસાર થયો હતો જેની પાછળ ની લારી વરસાદ કારણે ઉચ્ચી કરેલ હોય એ નિચે કરવાનું રહી જતા ડંમ્પર વિજ વાયરો સાથે ખેંચાણ થતા સામ સામે ના પોલ પરાસ્ત થયા હતા અને ધડાકાભેર લાઈટ વાયરો ટુટી પડ્યા હતા. આ બનાવમાં કોઈ જાન માલ ની નુકસાનના અહેવાલો મળ્યા નથી પરંતુ વિજ પુરવઠો ખોરવાઈ જતા તથા વાયરો રોડ ઉપર હોવાથી તાત્કાલિક જીસીબી વિભાગને જાણ કરી હતી. અત્યારે પિજીવિસીએલ ના ડે. ઈજનેર મોડ સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોલ અને લાઈન કામ ચાલુ છે. પરતું વહેલી સવારે બનેલા બનાવ ને કારણે મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે વાહન ચાલકોને થોડી સજાગતા અને સતર્કતા દાખવી સૌ માટે હિતાવહ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!