વૈજનાથ મહાદેવ ને શિશ ઝુકાવી વિશાળ કાર રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ગત ચુંટણી કરતા વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે પ્રકાશભાઈ વરમોરા નામની જાહેરાત કરી હતી. ત્યારે હળવદ ધાંગધ્રા બેઠક ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા એ ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમજ આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા. પુવૅ મંત્રી આઈ કે જાડેજા હળવદ પાટીદાર સમાજના ના પ્રમુખ જશુભાઇ પટેલ.રણછોડભાઈ પટેલ. સહિતના મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમજ બ્રાહ્મણ ભોજન શાળાથી પ્રાંત કચેરી સુધી વિશાળ કાર રેલી સ્વરૂપે પ્રકાશભાઈ વરમોરા દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પુવૅ મંત્રી.પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો ઉત્સાહ વધારવા રેલીમાં જોડાયા હતા.કાર રેલી નો કાફલો જોતા લોકો અંચબો પામી ગયા હતા.