Sunday, November 24, 2024
HomeGujaratટંકારામાં વિજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી

ટંકારામાં વિજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી

ટંકારા ગુજરાતનું ચેરાપુંજી બની ગયુ હોય તેમ છેલ્લા પાંચેક વર્ષથી અધધધ અનરાધાર વરસાદ અહીં તૂટી પડે છે. બીજી તરફ આળસુ અને કામચોર જવાબદાર પ્રિ-મોન્સૂનની કામગીરી કરતું ન હોય જનતાને મુશ્કેલી વેઠવી પડે છે. જો કે ટંકારાના વિજતંત્ર દ્વારા સમયસર પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પીજીવીસીએલ કચેરીના નાયબ ઈજનેર સોજીત્રાની આગેવાની હેઠળ હાલમાં પ્રિ મોન્સૂન કામગીરી પુરજોશમાં શરુ કરવામાં આવી છે અને જર્જરિત થાંભલા, વાયરો, વૃક્ષ કટીંગથી લઈ અન્ય મહત્વપૂર્ણ કામગીરીની સાથે અધિકારી પનારા પણ કચેરીને મળતી ફરિયાદ અને નિકાલ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, જેની ચોમેર પ્રસંશા થઈ રહી છે.

બીજી બાજુ ટંકારા તાલુકા પંચાયતની પાછળથી લઈ છેક ખિજડીયાના વોકળાને સ્વચ્છ બનાવવા ગુજરાતના મહામહિમ રાજ્યપાલના બે વર્ષ પહેલાના આદેશને પણ ઝાડી ચામડીના તંત્રએ જાણે કચરા પેટીમાં નાખી દીધો હોય એમ આજદિન સુધી આ કામગીરી કરવામાં આવી નથી.

કુદરતી આપતિ વેળાએ એનજીઓ સંસ્થા સાથે સંકલન પણ આ કર્મનિષ્ઠ તંત્ર કરતુ ન હોય મદદ કરતા લોકોને કાયમ વસવસો રહે છે અને માત્ર કાગળ ઉપર સબસલામતનુ ગાણું ગવાઈ છે. વરસાદ માપક યંત્રને લઈને પણ અનેક રજુઆતો આ બહેરૂ તંત્ર સાંભળતું ન હોય ટંકારાને કાયમી અન્યાય અને પારાવાર નુકસાન વેઠવું પડે છે.

નોંધનીય છે કે કન્ટ્રોલરૂમ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને પણ તાલિમ આપ્યા વગર ઉપાડીને બેસાડતાં હોય એના કામ અને એની ફરજ વિશે રતીભાર પણ માહિતી હોતી નથી. ગત વર્ષે 20 વર્ષનો અનુભવ ધરાવતા એક કર્મચારીએ પણ મસ મોટી ભુલ કરી હતી. બાદમાં નોટિસ આપી મામલો રફેદફે કરી હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે ટંકારા તાલુકામા આવુ જ ચાલશે કે પછી હવે કોઈ જાગૃત પ્રજાસેવક અધિકારીના કાન શું આમળી કામગીરી કરાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!