ટંકારાને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે થોડા દિવસો પહેલા જ વોર્ડ ની રચના,સીમાંકન અને બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો.ટંકારા નગરપાલિકામાં પહેલા ટંકારા ગ્રામ પંચાયત,આર્યનગર ગ્રામ પંચાયત અને કલ્યાણપર ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો હતો પરંતુ કલ્યાણપર ગ્રામજનો એ નગરપાલિકામાં વિલીન ન થવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી જેને પગલે કલ્યાણપર ગામ ને પાલિકામાં વિલીનીકરણ થી બાકાત રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવાયો છે ત્યારે હવે ફરીથી વોર્ડ રચના અને સીમાંકન તેમજ બેઠકોની સંખ્યા નક્કી કરવી જરૂરી બની છે.જેને લઇને રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા મ્યુનીસિપલ ચૂંટણી અધિકારી અને મોરબી જીલ્લા કલેકટરને હુકમ કર્યો છે જેમાં જણાવ્યું છે કે વોર્ડ રચના,સીમાંકન અને બેઠકો માટે અગાઉ કરેલ.હુકમ ને મૂળ.અસરથી રદ કરવામાં.આવે છે અને હવે હવે નવેસરથી ટંકારા નગરપાલિકાના વોર્ડ ની સંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સહિત)નક્કી થયા બાદ આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવશે.