હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારો છેલ્લા ૭ દીવસથી પોતાની માંગને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જ્યાં સુધી સફાઈ કામદારોની માંગો પૂર્ણ નહિ થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આજે હળવદ નગરપાલિકા સામે ઉપવાસ છાવણીની ગુજરાત પ્રદેશ દલિત સમાજના પ્રમુખે મુલાકાત લીધી હતી.
હળવદ નગરપાલિકા સામે ૭૦થી વધુ સફાઈ કામદારો પોતાનું માંગને લઇ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ દલિત સમાજના પ્રમુખ જીતુ બારૈયા ઉપવાસ છાવણીની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ જરૂર પડશે તો ચીફ ઓફિસરનો ધેરાવો તથા પાલિકાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
૨૦૨૧માં રોસ્ટર મુજબ સફાઈ કામદાર તરીકે ભરતી થયેલ સુવૅણ સમાજના કમૅચારીઓના વિરોધ દર્શાવતા શહેરમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં અસ્પૃ્યતાના ધોરણોને ધ્યાનમાં રાખી કામ લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. વર્ષ ૨૦૦૧માં રોસ્ટર મુજબ કાયમી સફાઈ કામદારોની ભરતી થયેલ હોય તે સફાઈ કામદારોને વાલમીકી સફાઈ કામદાર સાથે સફાઈ કામ પર લાવવાની માંગ કરી હતી.