હળવદ માર્કેટ યાર્ડ માં ૩૦૯૭ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું: આજે પ્રથમ દિવસે ૧૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા
રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નો પ્રારંભ થયો છે ત્યારે હળવદ માર્કેટ યાર્ડ માં પણ આજે પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પૈકીના ૧૦ ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા જોકે ૧૦ માંથી ૬ ખેડૂતો જ મગફળી વેચવા માટે આવ્યા હતા જેમાં પણ ૪ ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હતી એટલે આમ કહી શકાય કે આજે એક દિવસમાં ૨ ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવી હતી
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ૧૦૫૫ રૂપિયા ના ટેકાના ભાવે લેવાની જાહેરાત કરાયા બાદ રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી અને આજથી રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે ત્યારે હળવદ ખાતે ૩૦૯૭ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં આજે પ્રથમ દિવસે ૧૦ ખેડૂતો મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં ૬ ખેડૂતો આવ્યા હતા જેમાં પણ ૪ ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા આજે માત્ર ૨ જ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે રોકડ રકમની જરૂરિયાત છે ત્યારે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ઓપન બજાર માં મગફળી વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે સાથે જૈ ભાવ ૧૦૫૫ જાહેર કર્યો છે તેના કરતાં ખેડૂતોને ઓપન યાર્ડ માં પણ સારા ભાવ મળી રહ્યા છે તે હકીકત છે