ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે ગઈકાલે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના નામ પર ભાજપે મહોર મારી હતી. જેને લઈ હળવદ રબારી સમાજના આગેવાનો અને નવયુવાનો દ્વારા આ નિર્ણયને વધાવીને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
બાબુ દેસાઇ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વિનર રહ્યા હતા. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. જેઓને રાજ્યસભાની ટિકિટ મળતા હળવદ રબારી સમાજના આગેવાનો અને નવ યુવાનો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. અને ફટાકડા ફોડી ઉજવણી કરવામા આવી હતી.આ ઉજવણીમાં ભરતભાઈ, જીગાભાઈ,જયદીપભાઈ, મનોજભાઈ,હિતેશભાઈ, હેમુભાઈ, દિનેશભાઈ, જનકભાઈ,લિંબાભાઈ, પિન્ટુભાઈ, ભગાભાઈ અને હળવદ રબારી સમાજના સર્વે નવયુવનો જોડાયા હતા.