રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ડિપાર્ટમેન્ટ ઓફ લો દ્વારા જુદા જુદા અભ્યાસ ના કાર્યક્રમો તેમજ જાગૃતી અંગે સેમિનારો કરવામાં આવતા હોય છે ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ લો ના ડો.કમલેશ જોશીપુરાના માર્ગદર્શન મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ લોના પ્રોફેસર ડો.આનંદ ચૌહાણ અને ડો.ધારા વ્યાસ દ્વારા માસ્ટર ઓફ લો (LLM) ના વિદ્યાર્થીઓને અભ્યાસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમ અને સેમિનારો ગોઠવવમાં આવતા હોય છે જેમાં નોન ડોક્યુનલ,ડોમ્યુનલ અને કિલીનીકલ રિસર્ચ માટે રાજકોટના ખાસ આશ્રમની પસંદગી કરવામાં આવી હતી.
કાયદા ભવનના વિદ્યાર્થીઓએ ગોંડલ રોડ પર આવેલા અખિલ મહિલા હિન્દ પરિષદ સંચાલિત રામકુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ડો.ભાવનાબેન જોશીપુરા દ્વારા વિદ્યાર્થીઓને સામજિક કાર્યકરની પરિભાષા સમજાવી હતી સાથે જ તેની સાથે સમાજમાં ઉભી થતી સ્થિતિઓ અને તેના પરિણામોનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓને પીરસી અને ઊંડાણ પૂર્વકનની સમજ આપી હતી આ બાદ જામ ટાવર નજીક આવેલ મહિલા ઉત્થાન માટે ની જુદી જુદી પાંખોની મુલાકાત તમામ વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવી હતી જેમાં પણ પ્રો.ડો.આનંદ ચૌહાણ અને ડૉ.ધારા વ્યાસે વિદ્યાર્થીઓને ઘટતું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ક્લિનિક રિસર્ચ માટે કરવામાં આવેલી ખાસ મૂલાકાત સમયે વિદ્યાર્થીઓ દ્વારા કુટુંબ સલાહ કેન્દ્ર,વિવિધ સહાય લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,રાષ્ટ્રીય ઘોડિયા ઘર યોજના સાથે જ મહિલાઓ પર થતા અત્યાચાર અને સમાજ માં વકીલોની ભૂમિકનું ઉંડાણ પૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમયે સંસ્થાના સંચાલિકાઓ અને આગેવાનો હાજર રહ્યાં હતાં જેમાં પતિ પત્ની વચ્ચે થતી તકરારો ને પણ આંકી લેવામાં આવી હતી આ સંસ્થા છેલ્લા 57 વર્ષથી આવા સામજિક કાર્યો સાથે જોડાયેલી છે જેમાં અનેક મહાનાયકોએ પોતાના જીવનના સંસ્મરણો છોડ્યા છે ત્યારે કાયદા ભવનનમાં માસ્ટર ઓફ લો ના ત્રીજા સેમેસ્ટર માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા પણ આ રિસર્ચને પૂર્ણ રીતે તપાસવાનો પ્રયત્ન કર્યો હતો.સાથે જ આ ક્લિનિક રિપોર્ટ માં ખાસ માર્ગદર્શન પૂરું પાડવા માટે વિદ્યાર્થીઓએ ડો.ભાવનાબેન જોશી પુરા અને પ્રો.કમલેશ જોશીપુરા, પ્રો.ડો. આનંદ ચૌહાણ,ડો.ધારા વ્યાસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે સમાજમાં ફેલાતા દુષણના લીધે અનેક ઘર બરબાદ થાય છે ત્યારે આ દુષણોને નાબૂદ કરવા વકીલ એક જ પરિબળ એવું છે જે સમાજ વચ્ચે રહી લોકોને સુધારવાનો પ્રયત્ન કરે ત્યારે હાજર તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ રિસર્ચ પર ફોકસ કરી સમાજમાં નવા રાહ બનાવવા ડિપાર્ટમેન્ટ ઓફ લો દ્વારા જ્યોતિ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.