રાજકોટના યુવા ગાયક કલાકારો માં ગુંજતું નામ સોહિલ બ્લોચ : અનેક મુસીબતો બાદ મળી સફળતા : પાકિસ્તાની ગાયક સાથે મળીને બનાવી મહાદેવની સ્તુતિ
રાજકોટની શાળામાં સંગીત શિક્ષક તરીકે સેવા આપતાં યુવા ગાયક સોહિલ બ્લોચ દ્વારા પાકિસ્તાની કલાકાર સાથે મળી મહાદેવના ગીતની રચના શરૂ કરી : રાજકોટ સહિત ગુજરાતનું નાની ઉમરમા જ નામ રોશન કરતા સોહિલે બોલિવુડનાં ખ્યાતનામ ગાયિકા કલાકાર ઉષા મંગેશકર અને અનુરાધા પૌડવાલ પાસે ગીત ગવડાવ્યા બાદ સ્વરબદ્ધ કર્યા
રાજકોટ ના કાલાવડના નાના એવા કેટલા ગામના મૂળ રહેવાસી સોહિલ બ્લોચને નાની ઉંમરમાં જ સંગીતનો શોખ થયો હતો અને આ શોખ ઘરમાં જ વાતાવરણને લઈને જાગ્યો હતો સોહિલના પિતા તરફથી સંગીતનો અમૂલ્ય ખજાનો વારસામાં મળ્યો છે એટલું જ નહીં સોહિલ બ્લોચના બહેન તસ્લીમ બ્લોચ ખૂબ જાણીતા ગઝલ ગાયિકા છે અને સંગીતની પ્રથમ તાલીમ બહેન તસ્લીમ બ્લોચ પાસેથી જ લીધેલી છે સોહિલ બ્લોચે પ્રથમ વખત સરકારતરફથી યોજાયેલ યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો અને સુગમ સંગીતમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યા હતા એ પછી એક બાદ એક અમદાવાદ કર્ણાવતી ક્લબ પાંડુરંગ શાસ્ત્રી ની સમક્ષ આજથી પંદર વર્ષ પહેલા ગાયું હતું , સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી સામે પણ ગાયું હતું તેમજ નવરાત્રિમાં પાંચ વર્ષ સુધી રાજકોટની ખૂબ જ પ્રખ્યાત નવરાત્રી અકીલ પાયોનિયરમાં પણ કામ કર્યું હતું અનેં પ્રગતીના શિખરો સર કર્યા હતા જેમાં છેલ્લા બે વર્ષથી મોરબીના ઉમિયા નવરાત્રિમાં પણ તેઓ પોતાનું પર્ફોર્મન્સ કરી ચૂક્યા છે હાલ સોહિલ બ્લોચ રાજકોટ ખાતે આવેલી SNK શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે
યુવા કલાકાર પોતે પણ ખૂબ સુરીલા ગાયક છે જેઓએ ઉષા મંગેશકર અને અનુરાધા પૌડવાલ દિગ્ગજ ગાયિકાઓ પાસે ગીત ગવડાવ્યા હતા અને એ ગીત સોહિલ બ્લોચે સ્વરબદ્ધ કર્યા છે પોતે મુસ્લિમ હોવાં છતાં મા આશાપુરાની સ્તુતિનું ખૂબજ સુંદર સ્વરાંકન કરી બન્ને ગાયિકાઓ પાસે ગવડાવ્યું છે તેમજ રાજકોટના ગોંડલ પાસે આવેલાં પડવલા ગામમાં બિરાજમાન આશાપુરા માતા માટે આ ગીત સ્વરબધ્ધ કર્યું હતું.સોહિલ બ્લોચ પોતે, વર્ષોથી ખૂબ સારા ગાયક તો છે જ પણ તેઓ સંગીત ક્ષેત્રે સદા નવતર પ્રયોગ કરવાની પ્રવૃત્તિ સતત ચાલુ રાખે છે આજથી પાંચ વર્ષ પહેલાં પણ તેઓએ નરસિંહ મહેતાનું ભજન યુવાનો સુધી પહોંચે એ માટે જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર,સાઇરામ દવે,બિહારી ગઢવી હેમંત ચૌહાણ વિગેરે જેવાં ગુજરાતનાં ખ્યાતનામ એકવીસ જેટલાં કલાકારો પાસે પણ ગવડાવ્યું હતું અને ઘર ઘર સુધી તેમજ યુવાનો સુધી પહોચાડ્યું હતું સોહિલ બ્લોચ પોતે મહાદેવ પ્રત્યે પણ ખૂબ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે જેથી સાહિલ બ્લોચે તાજેતરમાં જ એક દેવાધી દેવ મહાદેવનું ગીત સ્વરબધ્ધ કરી રહ્યાં છે જેમાં પાકિસ્તાનના વિશ્વ વિખ્યાત તબલાં વાદક વાજીદ અલી તાફુનું પણ યોગદાન છે જેમાં આ મહાદેવનું ગીત રચ્યું એ તબલા માટે કોઈ ઉચ્ચ કક્ષાના સંગીતકાર રીધમિસ્ટ ની તાતી જરૂરિયાત હતી અને જે વાજીદ અલી સિવાય કોઈ વગાડી શકે તેમ તેઓને ન લાગતું અને કહેવાય છેને કળા ને કોઈ જ્ઞાતિ નથી હોતી એમ પાકિસ્તાનના ઉચ્ચ કક્ષાના ગણાતા તબલા વાદક બાજી અલી ખાન સાથે ફેસબુકના ઓનલાઈન માધ્યમથી આ ભજન ની રચના કરી રહ્યા છે.
સારા કામ માં સો મુશ્કેલીઓ તેમ સોહિલને પણ તેના કરિયર માં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા અને સિનિયર કલાકારો બીજા કલાકારોને અવગણના કરવી તેમજ મહ્ત્વ ન આપવું તેના કામને ઈર્ષા અને રાગદ્વેષ પૂર્વક જોવી આવી પ્રથા ઘણા વર્ષોથી દરેક ક્ષેત્રમાં ચાલી આવે છે અને સ્વાભાવિક વાત છે પણ આ તોફાન સામે પણ સોહિલ બ્લોચે પહાડની જેમ અડીખમ ઉભા રહી આજે એક નવી મિશાલ કાયમ કરી છે તેમજ સોહિલ દ્વારા પણ આજના યુવાનોને સંદેશ આપવામાં આવે છે કે તમે પુરી લગન તન મન થી અને પુરી નિષ્ઠાપૂર્વક જો તમારા ધ્યેયને પામવામાં લાગી જાઓ તો ઈશ્વર પણ તમને એ ધ્યેય મેળવવા સાથ આપવા માંડે છે આ સાથે જ આત્મહત્યા કરતા યુવકો યુવતીઓને સોહિલ પોતે જ પોતાનું ઉદાહરણ બની અને યુવાનોનો ઉત્સાહ વધારે છે સાથે જ પોતે પણ ઉદાહરણ બનો જેથી અન્ય યુવાનો પણ ઉભા થઇ શકે અને પોતાના જીવનને સાર્થક કરી શકે એ માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.