Thursday, January 23, 2025
HomeGujaratહળવદમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ

હળવદમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ

હળવદમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની  તાલુકા કક્ષાની ઉજવણીહળવદ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય વરદ હસ્તે ‌ધ્વજ વંદન કરાયું હતું. પરેડની સલામી, બાદ પ્રાસંગિક ઉદબોધન, સમુહ  માં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના વોરીયૅસને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એન.એસ.ભાટી.મામલતદાર, જી.બી.ચોધરી ટીડીઓ, કે.જે.માથુકીયા પીઆઇ, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રજનીભાઈ સંઘાણી, વાસુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, ડો.ભાવિન ભટ્ટી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. તાલુકાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિયત સંખ્યામાં કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે કરવામાં આવી હતી. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મયોગીઓનું સન્માન, રમતવીરોના સન્માન મોકુફ રખાયા હતા. સમગ્ર કાર્યક્રમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!