Sunday, June 16, 2024
HomeGujaratસો સલામ છે આવી સેવાને:હળવદના સેવાભાવી અમૃતભાઈ ભોરણીયાએ ૪૦ વર્ષથી ઝૂંપડામાં રહેતા...

સો સલામ છે આવી સેવાને:હળવદના સેવાભાવી અમૃતભાઈ ભોરણીયાએ ૪૦ વર્ષથી ઝૂંપડામાં રહેતા માતા પુત્રને પાકું ઘર બનાવી આપ્યું

આજના સોશિયલ ગ્રુપમાં મોટાભાગે રાજકીય કિનનાખોરી -એકબીજાને ઉતારી પાડવું કે સારી માહિતી પણ શેર કરી લોક જાગૃતિ માટે લાવવાનું એક સાધન બન્યું છે. ત્યારે મોરબીના એક સેવાભાવી યુવકે તૂટેલા ઝૂપડામાં ખુલ્લા આકાશ નીચે રહેતા વૃદ્ધા અને તેના દીકરાને ઘર બનાવી આપ્યું હતું. જેમાં 40 વર્ષથી ખુલ્લામા ઝૂંપડું વાળી રેહતા 75 વર્ષના વૃદ્ધ માજી અને તેનાં દીકરાની હાલત અંગે હળવદના એક સેવાભાવી વ્યક્તિ અમૃતલાલ ભોરણીયાને ખબર પડી હતી. ત્યારે વૃદ્ધ માતા અને તેના પુત્રની હાલત જોઈ તેમની આંખમાંથી આંસુ આવી ગયા હતા. અને તેઓએ બંને ,માતા-પુત્રને રહેવા માટે મકાન બનાવી આપ્યું હતું. જેમાં આજે વિધિવત રીતે વૃદ્ધા અને તેના પુત્રનું ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!