Friday, January 10, 2025
HomeGujaratહળવદનાં સેવાભાવી તરવૈયાનું પાટિયા ગ્રુપ દ્વારા કરાયું સન્માન

હળવદનાં સેવાભાવી તરવૈયાનું પાટિયા ગ્રુપ દ્વારા કરાયું સન્માન

હળવદમાં પોતાના જીવની પરવા કર્યા વિના પાણીમાં કૂદીને અનેક લોકોની જિંદગીને તારી દેનારા મૂળ હળવદ ( રાણકપર)ના જાંબાઝ તરવૈયાનું પાટિયા ગ્રુપ દ્વારા ગઈકાલે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદના પાટિયા ગ્રુપના જણાવ્યા અનુસાર, ગઈકાલે મૂળ હળવદ ( રાણકપર)ના વર્ષો જૂના સેવાભાવી તરવૈયા ગોરધનભાઈ જીવાભાઈ સિપરાનું પાટિયા ગ્રુપ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 16 વર્ષની ઉંમરથી તરવૈયાનું કામ સેવાભાવથી કરી રહ્યા છે. અને આજે તેમની ઉંમર આશરે 80 વર્ષથી વધારે છે. તેમ છતાં પોતાના જીવઈ પરવાહ કર્યા વગર અન્યોના જીવ બચાવે છે. તેમના દ્વારા અત્યારસુધીમાં કરવામાં આવેલ અગત્યના કામોની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં તળાવમાંથી તેમના દ્વારા 161 ડૂબતા માણસોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં મોરબીની 49 ફૂટ ઊંડી ખાણમાંથી બે ટ્રેક્ટર સ્થાનિક પ્રશાસનને સાથે રાખીને મદદ કરીને શોધી આપેલ હતા. તેમજ હળવદ મિલેટ્રીના કેમ્પ સમય દરમિયાન તેમની રાઈફલ કુવામાં પડી ગયેલ હતી. તે પણ તેમણે શોધી આપેલ હતી. તેઓ હળવદના કેવડિયા ઠુંમ્બો કૂવામાંથી મહિલાઓના બેડા વીંટી વગેરે કાઢી આપેલ હતા. તેઓ છેલ્લે વઢવાણ કામ અર્થે ગયેલ હતા અને ત્યાં માધવાવ તળાવમાં ત્યાંના સ્થાનિક તરવૈયા અકબરભાઈ સાથે શરત લગાવેલ હતી. તે જીતી જતા તેના પૈસા માતાજી પાછળ વાપરેલ હતા. તેમજ વધુમાં વધુ 175 ફૂટ ઊંડાઈ સુધી ગયેલ હતા અને આજની તારીખે 70-80 ફૂટ સુધી ઊંડે જઈ આવે છે અને લોકોના કામ કરી આપે છે. તેઓ અભણ અને આંખે ઓછું દેખાય છે તો પણ આવા સરસ સેવાના કામ કરે છે. જે બદલ ગઈકાલે પાટિયા ગ્રુપ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!