ટંકારાના હીરાપર પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાથીઓને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા ખાતે વૃક્ષારોપણ કરી એક વિદ્યાર્થી દીઠ એક ફળના વૃક્ષના રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. શાળાના આચાર્ય બેચરભાઈ ગોધણીએ વિના મૂલ્યે ૧૫૦ કેટલા રોપા ફાળવી આપ્યા હતા…
બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને વૃક્ષોનાં સંરક્ષણ અને ઉછેર જેવી સારી ટેવો વિકસે તે માટે ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં ચોમાસાના આગમન પૂર્વે ‘એક બાળ એક ઝાડ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે
અંતર્ગત શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તેમજ દરેક બાળકને ઘરે વાવવા માટે એક-એક ફળ ઝાડનાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાનાં આચાર્ય બેચરભાઈ ગોધણીએ શાળાને એકસો પચાસ જેટલા રોપા નિઃશુલ્ક ફાળવી આપતા આર એફ ઓ ટંકારા, સરકારી નર્સરીનાં સ્ટાફગણ તેમજ આ રોપાઓને શાળા સુધી વિનામૂલ્યે પહોંચાડી આપનાર વિજયભાઈ ગોધાણી વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકોને રોપાનાં ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.