Wednesday, January 22, 2025
HomeNewsTankaraટંકારા પોલીસ સ્ટેશનમાં સીન સપાટા પડયા ભારે : એલસીબી ટીમે લજાઈના ઈસમની...

ટંકારા પોલીસ સ્ટેશનમાં સીન સપાટા પડયા ભારે : એલસીબી ટીમે લજાઈના ઈસમની પાસા હેઠળ અટકાયત કરી જેલહવાલે કર્યો

ગેરકાયદે પ્રવેશ કરી પોલીસને હેરાનગતિ કરી અને ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર લજાઈનો શખ્સ પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

- Advertisement -
- Advertisement -

મોરબી ના ટંકારાના લજાઈ ગામના અમ્રુતલાલ આલાભાઇ ચાવડાને પાસાનું વોરન્ટ બજાવી અને અટકાયત કરી એલસીબી ટીમ દ્વારા મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે ધકેલાયો

મોરબી એસપી એસ.આર.ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇની સૂચનાથી મોરબી એલસીબી પીઆઈ વી.બી જાડેજાની ટીમે ટંકારાના લજાઈ ગામના અમ્રુતલાલ આલાભાઇ ચાવડાને પાસાનું વોરન્ટ બજાવી અને અટકાયત કરી ટંકારા પોલીસે મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે ધકેલાયો છે જેમાં આરોપીએ ટંકારા પોલીસ મથકમાં મોબાઇલથી વિડીયો રેકોર્ડીંગ કરી પોલીસ કર્મચારીની ફરજમા રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી ગુનામા સંડોવાયેલ અમ્રુતલાલ આલાભાઇ ચાવડા, ઉ.વ.૩૦ રહે.ગામ-લજાઇ તા.ટંકારા જી.મોરબી વાળા વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હતી જેના આધારે મોરબી જીલ્લા કલેકટર દ્વારા આરોપી અમૃતલાલ ચાવડા વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર કરી પાસામાં જેલ હવાલે કરવાનો હુકમ કરતા એલસીબી ટીમે આરોપી અમૃતલાલ ચાવડાની તા. ૧૫/૧૦/૨૦૨૦ના કલાક બપોરે ત્રણ વાગ્યે પાસાનું વોરન્ટ બજાવી અને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધો છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!