Sunday, January 12, 2025
HomeGujaratહળવદમાં અચંબિત કરતી અંતિમ ઉજવણી: ૧૦૬ વર્ષનું દીઘાયુષ્ય પૂર્ણ કરનાર વૃદ્ધાનું નિધન...

હળવદમાં અચંબિત કરતી અંતિમ ઉજવણી: ૧૦૬ વર્ષનું દીઘાયુષ્ય પૂર્ણ કરનાર વૃદ્ધાનું નિધન થતાં ધામેધુમે અંતિમ વિદાય આપી

હળવદમાં અંતિમ વિદાયને અંતિમ ઉજવણી કહી શકાય તે રીતે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૦૬ વર્ષના વૃદ્ધાનું નિધન થતાં મૃતક ની ઈચ્છા પ્રમાણે પરિવારે હોંશે હોંશે ધામધૂમ થી વિદાય આપી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા સોભાસણા પરિવારના મોભી ૧૦૬ વર્ષીય પમુબેન બાવનજીભાઈ સોભાસણાની વહેલી સવારે અવસાન થયું હતું. એ સમયે પરિવારમાં રડમસ બનીને દુઃખના સાગરમાં ડૂબ્યા વિના DJના તાલે દાંડિયા રાસ રમીને તથા ફટાકડા ફોડીને પમુબેનને અંતિમ વિદાય આપી હતી. એવું પણ‌ જાણવાં મળ્યું હતું કે પમુબેને પોતાની અંતિમ યાત્રામાં પરિવારને દુઃખી થવાને બદલે મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરીને દુઃખ થવાની જગ્યાએ હંસતા-હંસતા તેને વિદાય આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પરિવારજનોએ પણ તેમને વાજતે-ગાજતે વિદાય આપી હતી. ત્યારે લોકોએ પણ આ દ્રશ્યોને નિહાળીને સાનંદાશ્ચર્યની લાગણી અનુભવી રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!