આ કેમ્પ ના દાતા તરીકે સ્વ. પુનરવસુભાઈ એચ. રાવલ ના પરિવારજનો રહ્યા હતા
આજરોજ હળવદ ના સરા રોડ ખાતે આવેલ રુદ્ર ટાઉનશિપ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ અને શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ અને લાયન્સ ક્લબ હળવદ સિટી દ્વારા વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં હળવદ તાલુકા અને આસપાસ ના વિસ્તાર માં ૮૫ જરૂરિયાતમંદ દર્દીઓ એ આ કેમ્પ માં પોતાની આંખ ની તપાસ કરવામાં આવી હતી જેમાં શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત આંખ ના સર્જન ડોકટર દ્વારા ૮૫ દર્દીઓ ના આંખ ની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ૮૫ દર્દીઓ ને આંખ માં મોતિયા હોવાનું નિદાન કરવામાં આવ્યું તેથી ૩૫ દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તમામ દર્દી નારાયણ ને આવવા જવાની સુવિધા તેમજ નિશુલ્ક મોતિયા ના ઓપરેશન અતિઆધુનિક પદ્ધતિ દ્વારા કરી આપવામાં આવશે તેમજ જરૂરી દવા – ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પ માં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે ત્યારે પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ નું સૂત્ર હતું કે “મુજે ભૂલ જાના પરંતુ નેત્રયજ્ઞ કેમ્પ કો મત ભૂલના ” ત્યારે તેના અનુયાયીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણ માં માનવસેવા ના વિવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે અને દેશભર માં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ થઈ રહ્યા છે ત્યારે હળવદ છેલ્લા ઘણા સમય થી દર મહિના ની ૮ તારીખે વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે જેથી હળવદ તાલુકા ની જાહેર જનતા ને જાણ થાય અને આ કેમ્પ નો વધુ માં વધુ લોકો લાભ લે તે અંગે આયોજકો એ જાહેર જનતા ને અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પ ના દાતા તરીકે સ્વ. પુનરવસુભાઈ એચ. રાવલ પરિવાર રહ્યો હતો અને આગામી એક વર્ષ સુધી ના કેમ્પ ના દાતા તરીકે સેવા આપવા માટે પરિવાર જનો એ આ તકે જાહેરાત કરી હતી
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ અને ધર્મપ્રેમી સેવા મંડળ ના સભ્યો તેમજ લાયન્સ ક્લબ હળવદ સિટી ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.