શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા પ્રથમ સમૂહ લગ્નની ભવ્ય સફળતા બાદ મહિલા સમિતિ આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન તારીખ ૨૬/૧૧/૨૦૨૦ ને ગુરુવારે તુલસી વિવાહ ના પાવન દિવસે યોજવા જઇ રહ્યા છે ત્યારે આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ છે કે એકીસાથે ૨૬ યુગલ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડશે તે પણ કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ જેમાં સમાજના કમીટી મેમ્બર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે સમૂહ લગ્ન એક સ્થળ પર ન શક્ય હોય કારણ કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછાં ૬ થી ૭ હજાર માણસો ભેગા થતાં હોવાથી આ સમૂહ લગ્ન નવદંપતી પરિવારના ઘર આંગણે જ યોજવાનું નકકી કરેલ છે.
શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવેલ સમૂહ લગ્ન એક જ દિવસની અંદર યોજવાના રહેશે સવારે 08:00 મંડપ રોપણ બપોરે સીમિત માણસોની હાજરીમાં જમણવાર 2 30 વાગ્યે જાન આગમન 4:30 સમાજના કમીટી મેમ્બર અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ 5.00 વાગ્યે હસ્તમેળાપ 6.00 વાગે ભોજન સમારોહ તે પણ ફક્ત 150 માણસો થી વધુ ન હોવા જોઈએ તેમજ 7.00 વાગ્યે કન્યા વિદાય આ રીતે 26 યુગલ પરિવારને ત્યાં કાર્યક્રમનું શેડ્યુલ રહેશે આ સમૂહ લગ્ન માં કન્યાઓને 77 પ્રકારની વસ્તુ સ્વરૂપે દાતાઓ દ્વારા કરિયાવર આપવામાં આવશે તેમજ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા નવ દંપતીઓ ના ઘરે જ લગ્ન યોજના હોવાથી ચોરી મંડપ ના 5,000 તેમજ 15000 જમણવારના શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓના માતા-પિતાને આપવાનો નિર્ણય કરેલ છે.આ સમૂહ લગ્નમાં હાલ ચાલતા કોવિડ-૧૯ ને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેમજ માસ્ક પહેરવું ફરજીયાત અને કોઈની સાથે હાથ ન મીલાવવા તેના માટેની સતત સૂચના મેસેજ દ્વારા આપવામાં આવે છે, આ સમૂહ લગ્નમાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કંકોત્રી માટે કેલેન્ડર રૂપી કંકોત્રી આપવામાં આવેલ છે જે પણ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક ઉમદા નિર્ણય લેવામાં આવે છે કારણકે કંકોત્રી પાંચ સાત દિવસ સાચવતા હોય છે જ્યારે આ કૅલેન્ડર રૂપી કંકોત્રી એક વર્ષ સુધી પોતાની દિવાલ ઉપર રહેશે
સમૂહ લગ્ન ઉત્સવ ની તૈયારી માટે પ્રમુખશ્રી અશોકભાઈ ડી પટેલ, ઉપપ્રમુખ શ્રી બેચરભાઈ બી ઢેઢી, મંત્રીશ્રી લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, હસમુખભાઈ દુબરીયા તેમજ સર્વે કમીટી મેમ્બર, શિક્ષકશ્રી રાજુભાઈ મેરા, વિરજીભાઇ ગોસરા, ચુનીભાઇ ઢેઢી તેમજ આગેવાનશ્રી જસમતભાઈ ઢેઢી, જગદીશભાઈ દુબરીયા, રસિકભાઈ દુબરીયા, મહેશભાઈ દુબરીયા, દિલીપભાઈ દુબરીયા, હરેશભાઈ ભાગીયા, ગણેશભાઈ ગોસરા, મગનભાઈ ગોસરા, પ્રવીણભાઈ ભાગીયા, જીતેન્દ્રભાઈ ગોસરા, પ્રવીણભાઈ ડાકા, પ્રફુલભાઈ ડાકા, હેમરાજભાઈ ઢેઢી કરિયાવર ખરીદી અતુલભાઇ ભાગીયા લગ્ન વિધિ કીટ તેમજ અજય ભાઈ સંઘાણી અલ્પેશભાઈ મુંજાત ભૌતિક ભાઈ ડાકા સર્વે યુંવા કમિટી મીડિયા તથા તરૂણાબેન ઢેઢી ગીતાબેન ભાગીયા રસીલાબેન દુબરીયા ગીતાબેન દુબરીયા ઇલાબેન ભાગીયા સર્વે મહિલા સમિતિ તથા શૈક્ષણિક સંકુલના શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી આ દ્વિતીય સમૂહ લગ્નને ચાર ચાંદ લગાવી દીધેલ છે.કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ તેમજ માસ્ક બાંધવુ તથા કોઈએ હાથ ન મિલાવવો તેવું સમાજ દ્વારા વારંવાર વિડિયોથી સમાજને માહિતગાર કરવામાં આવે છે આ માટેની પ્રમુખશ્રીએ ખાસ તકેદારી રાખવા સર્વે ને વિનંતી કરવામાં આવેલ છે તથા તેમને જણાવ્યું કે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા નિર્માણ થયેલ શૈક્ષણિક સંકુલ ટૂંક સમયમાં સમાજ ને અર્પણ કરી દેવામાં આવશે આ તકે તેઓએ સમાજ ના દરેક નાગરિકનો શૈક્ષણિક સંકુલમાં ફાળો આપવા બદલ આભાર વ્યક્ત કરેલ.