હળવદ નગરપાલિકા દ્વારા હળવદવાસીઓને કોઈ ફરિયાદ માટે કચેરી સુધી ધક્કો ન થાય તેવા હેતુથી ફરિયાદ કરવા માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ નાગરિક ફોન કરી પોતાની ફરિયાદ દાખલ કરાવી શકશે અને કચેરીએ ધક્કો પણ નહિ થાય.
હળવદ નગરપાલિકા દ્વારા જાહેર જનતા જોગ સંદેશ બહાર પાડતા જણાવવામાં આવ્યું હતું કે, હળવદ નગરપાલિકા દ્વારા શહેરીજનોની વિવિધ ફરિયાદોના સમયસર નિકાલ માટે સિંગલ ફરિયાદ નિકાલ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત હળવદ નગરપાલિકાને લગતી તમામ ફરિયાદો નગરપાલિકાના લેન્ડલાઈન નંબર 02758 261432 પર નોંધાવી ફરિયાદ નંબર મેળવી શકાશે અથવા નગરપાલિકામાં રૂબરૂ જઈ ફરિયાદ નોંધાવી ફરિયાદ નંબર મેળવી શકે છે. હળવદ નગરપાલિકા શહેરીજનોની ફરિયાદોના સમયસર નિકાલ કરવા કટિબદ્ધ હોય તમામ શહેરીજનોને પોતાની ફરીયાદ ઉપરોક્ત માધ્યમથી હળવદ નગરપાલિકા સુધી પહોંચાડવા નગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.