હળવદમાં ઘરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ શહેમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ એક ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલ સોના-ચાંદી તથા રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારે બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદના ધરતીનગર વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ પટેલ ગત રાત્રીના રોજ પરિવાર સાથે સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરના રસોડાની બારીના સળિયા કાપી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અને ઘરમાં રહેલ ૧૫ તોલા સોનાના દાગીના અને ૨૦ તોલા ચાંદીના દાગીના તેમજ રોકડા રૂ.૭૦૦૦ની ચોરી કરી હતી. ત્યારે પરિવારજનોને ચોરીની જાણ થતા તેઓએ તાત્કાલિક પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.