Friday, December 27, 2024
HomeGujaratટંકારા ના ઘુનડા(સ.) ગામે મંદિર માં તસ્કરો ત્રાટકયા

ટંકારા ના ઘુનડા(સ.) ગામે મંદિર માં તસ્કરો ત્રાટકયા

ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપર ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ મંદીરમાંથી ચાંદીના કિંમતી આભૂષણો સહિતનો મુદામાલ ઉઠાવી ગયા હતા.ગામના મંદિરમાં ચોરીથી ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ધુનડા સજ્જનપર ગામે આવેલ રવેચી માતાજીના મંદિરમાંથી તસ્કરો ચાંદીના મુગટ ૪ નંગ કિમત આશરે દોઢેક લાખના ચોરી ગયાનુ જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક પાનના ગલ્લાનુ શટર ઊચકી ચોરીને અંજામ આપે એ પહેલા ગામજનો આવી જતા ચોર અંધારામાં ઓગળી ગયા હતા. આ ધટના અંગે ટંકારા પોલીસને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળે દોડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ચોરના પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!