મોરબી જિલ્લામાં રહેતા સ્થાનિકો દ્વારા પોતાના ઘર, શેરીઓ ગલીઓમાં અને સોસાયટીઓમાં તેમજ વિવિધ મંડળોમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે મહોત્સવની ભાવભેર ઉજવણી થાય અને પરીવાર ભાવનાથી દરેક કુટુંબ આ મહોત્સવમાં જોડાય તે હેતુથી સનફલોરા હાઇટ્સમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સનફલોરા ઉત્સવ સમિતિ દ્વારા સનફલોરા હાઇટ્સમાં રહેતા ૧૦૨ પરિવારનાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ભાવિન અમૃતિયા અને ઉપપ્રમુખ સંકેત ભાલોડીયાના પ્રયત્નથી હિન્દુ ઉત્સવની ભાવભેર ઉજવણી થાય અને પરીવાર ભાવનાથી દરેક કુટુંબ આ ઉત્સવમાં જોડાય તેવા હેતુથી સનફલોરા હાઈટ્સના પ્રમુખ મહેશભાઈ ઘોડાસરા અને કારોબારી સમિતિની અનુમતિથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક પરિવારનો પરિચય આપવામાં આવ્યો હતો. જેથી એકબીજાને ઓળખતા થાય. તેમજ પ્રમુખ સ્થાનેથી મહેશભાઈએ સન ફલોરા હાઈટ્સના નિયમોની જાણકારી આપી હતી. અને દરેક સભ્ય પોતાના પરિવાર માટે નિયમોનું પાલન કરે અને પરિવાર ભાવનાથી એક બની નેક બની એકબીજાને મદદરૂપ બને તે બાબતે દરેક પરિવારને વિનંતી કરી હતી. ત્યારે જયસુખભાઇ મેંદપરાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પણ જાણકારી આપી હતી. તેમજ સરડવા મણીભાઈએ સન ફલોરા હાઈટ્સના તમામ સભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં મદદરૂપ બની સનફલોરાની પરિવાર ભાવના મજબૂત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ કકાસણીયાએ કર્યું હતું. તેમજ ઉત્સવ સમિતિ દ્વારા સમૂહભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.