Saturday, April 20, 2024
HomeGujaratસાવડી ગામે ૧૪ વર્ષની દીકરી સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાબતે સામજિક એકતા...

સાવડી ગામે ૧૪ વર્ષની દીકરી સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાબતે સામજિક એકતા જાગૃતિ મિશનની ટીમે મુલાકાત લીધી

ટંકારા તાલુકા ના સાવડી ગામે ૧૪ વર્ષ ની માલધારી સમાજની દીકરી સાથે બનેલ દુષ્કર્મની ઘટના બાબતે સામજિક એકતા જાગૃતિ મિશનની ટીમે મુલાકાત કરી

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સાવડી ગામે માલધારી સમાજની ૧૪વર્ષની બાળકી સાથે બનેલ થોડા દિવસો પહેલા દુષ્કર્મની ઘટના બનેલ જે અનુસંધાને સામાજિક એકતા જાગૃતિ મિશનની રાષ્ટ્રીય ટીમે પીડિત પરિવાર ના ઘરે રૂબરૂ મુલાકાત કરી હતી.સમગ્ર ઘટના બાબતે સામાજિક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ ,રાષ્ટ્રીય મહાસચિવ ભીમજી બેડવા, સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી સુખદેવ રાઠોડ, મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ગેડીયા, જિલ્લા સહ પ્રભારી હમીરભાઇ ટોડીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ જિલ્લા મીડિયા સચીવ સુરેશ રાયકા વગેરે લોકો દ્વારા મોરબી પોલીસ વડા ની રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આરોપી વિરૂદ્ધ પોકશો એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે,પીડિત પરિવાર ને પોલીસ રક્ષણ આપવા માં આવે, કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવવામાં આવે,આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે,પરિવાર ને સ્વરક્ષણ માટે હથિયાર રાખવા માટે પરવાનો આપવામાં આવે વગેરે માંગણી મૂકવામાં આવી તેમજ ૧૫ દિવસ માટે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નહિતર સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે રાજ્યની રૂપાણી સરકાર ફક્ત એના ભાષણો માં બેટી બચાવો બેટી પઢાઓ ના ની વાતો કરે છે જ્યારે આવી માનવતા ને શર્મ સાર કરતી ઘટના બાબતે ચૂપ રહે છે.આ દુષ્કર્મની સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય અને પીડિત પરિવાર ને ઝડપીથી ન્યાય મળે એ બાબતે મોરબી જિલ્લા પોલીસવડા ને આવેદન પણ આપવામાં આવ્યું હતું..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!