મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડે છે ભોજન ભક્તિ અને ભજનો ત્રિવેણી સંગમ
હળવદ તાલુકા શિરોઈ ગામે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી હરિહર બાપુ અને તેમના શિષ્ય. ભીમદાસ બાપુના સહયોગ થી ૨૮/૧૧ થી આ કથાનો ભવ્ય પ્રારંભ થયો છે. હળવદ તાલુકાના ના શિરોઈ ગામે કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન જયંતીભાઈ શાસ્ત્રીજીના કરાવે છે મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડે છે. આ કથામાં ગુજરાતીના ભવ્ય સંતવાણી તેમજ ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વકર્મા જ્ઞાતિ પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે. ઉપરાંત કથા દરમિયાન ૩/૧૨ ના રોજ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૪/૧૨ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે તો કથાનું શ્રાવણ કરવા મોટી સંખ્યામાં ભાવિકો ભક્તો ઉમટી પડે છે.